GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભા યોજાશે

સોમનાથ તીર્થધામ ખાતે તારીખ ૯ જાન્યુઆરી મંગળવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રેરિત શાકોત્સવ અને સત્સંગસભાનું આયોજન કરેલ છે. ભગવાનશ્રી સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પહેલા એક એવો દિવ્ય અને અદભુત ઉત્સવ કર્યો હતો જે આજે પણ ભક્તિ ભાવપૂર્વક ઉજવાય છે. સોમનાથના ગુરુકુળ ખાતે ઉજવવામાં આવનાર આ ઉત્સવમાં સત્સંગ સભાનું પણ આયોજન કરાયું છે. જેમાં સ્વામી ભક્તિકિશોરદાસજી જુનાગઢ પ્રેરક સંબોધન કરશે અને વિશેષ ઉપસ્થિતમાં સ્વામી માધવપ્રસાદદાસજી – ડભાણ શા. સ્વા. પુરષોત્તમચરણદાસજી – ઝુંડાલ સ્વામી રામસ્વરૂપદાસજી – જુનાગઢ સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી- જુનાગઢ અને ચંદ્રકાંતભાઈ દામાણીની રહેશે. સત્સંગસભા સવારે 9:00 થી 11:30 કલાક રહેશે તેમ સ્વામી ધર્મકિશોરદાસજી અને સ્વામી સૂર્યપ્રકાશ દાજીએ નિમંત્રણ પાઠવેલ છે.

વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button