GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: સશક્ત લોકશાહીનું પ્રેરક બળ – મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન

તા.૭/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વિશ્વની સૌથી મોટી લોકશાહીના મતદાન પર્વમાં બુઝૂર્ગો, મહિલાઓ વગેરે વ્હીલચેર, લાકડીના સહારે મતદાન કરી અનોખી પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
લોકશાહીમાં મતદાન એ પવિત્ર ફરજ છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાતાઓ તેઓનો મત આપે તે માટે અનેકવિધ જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા હતાં. ખાસ કરીને યુવા મતદારો જોશપૂર્વક મતદાન કરી રહ્યા છે ત્યારે અશક્ત વૃધ્ધો અને ગ્રામીણ મહિલાઓ પણ તેમની ફરજ પ્રત્યે સજાગ છે. પડધરી ખાતે શ્રી તરઘડી તાલુકા શાળા ખાતે કેડિયું, ચોરણી જેવા પરંપરાગત વેશભૂષામાં પુરુષો સહીત મોટી ઉંમરના મતદાતાઓ વ્હીલચેર અને લાકડીના સહારે મતદાન કરવા આવી પહોંચ્યા હતાં.
મતદાન માટે ઉત્સાહપૂર્વકનો માહોલ સમગ્ર પંથકમાં જોવા મળી રહ્યો છે.
[wptube id="1252022"]