
તા.૬/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં ચૂંટણી તંત્રએ ઈ.વી.એમ.,વી.વી.પેટ કીટ અને સ્ટેશનરીનું ડિસ્પેચીંગ કર્યું હતું. મામલતદારશ્રીઓના દિશા નિર્દેશ અનુસાર અને નાયબ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના નવાગઢ સ્થિત સેન્ટ ફ્રાન્સીસ સ્કુલ ખાતેથી વિવિધ વિસ્તારોના બુથ માટેના જરૂરી તમામ સાધનોનું ડિસ્પેચીંગ કરવામાં આવ્યું હતું.

જેમાં ૭૪-જેતપુર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૨૯૫ બુથ માટેના ઈ.વી.એમ.,વી.વી.પેટ કીટ અને સ્ટેશનરીનું ડિસ્પેચીંગ પોલીસ બંદોબસ્ત હેઠળ કરાયું હતું.

[wptube id="1252022"]








