GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મતદાતાઓ માટે “હેરીટેજ” થીમ આધારિત મતદાન મથક બનશે આકર્ષણનું કેન્દ્ર

તા.૬/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રાણીની વાવ,પરંપરાગત તોરણો અને હવામહેલથી મતદાન મથકને સજાવ્યું

Rajkot: લોકસભાની ચૂંટણીને લઈ મતદાન બુથ પર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. તેવામાં ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સંસદીય મતવિસ્તારમાં વિવિધ થીમ સાથે મતદાન બુથ બનાવવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરના મતદાન મથક નં.૧૬૨, શ્રદ્ધા વિદ્યાલય ખાતે હેરીટેજ થીમ ઉપર મતદાન મથક બનવવામાં આવ્યું છે.

આ હેરીટેજ થીમ અંતર્ગત રાણીની વાવ, ગુજરાતની બાંધણી, આભલા અને ભરત ગુંથણના રંગબેરંગી ચાકડાઓ, પરંપરાગત તોરણો, રાજસ્થાનનો હવામહેલ, રાજસ્થાનના કિલ્લાઓ અને આભલાઓથી મતકુટીર સજાવી છે. પોલિંગ ઓફીસરશ્રીઓ અને પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીએ રાજસ્થાની સ્ટાઇલની બાંધણીની પાઘડી પહેરશે. આ મતદાન મથક પર ૧૨૩૯ મતદાતાઓ હેરીટેજ થીમને નિહાળી શકશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button