હાલોલ- લોકસભાની ચુટણીને લઈે તંત્ર બન્યુ સજ્જ, મતદાર મથકોની બહાર પ્રતિંબંધિત 100 મીટરની લાઈન દોરી તૈયાર કરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૪.૨૦૨૪
લોકસભાની સામાન્ય ચૂંટણી ના મતદાન અને આડે ગણતરીના કલાકો બાકી છે.ત્યારે તંત્ર દ્વારા મતદાન કરાવવા ની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત હાલોલ વિધાનસભામાં આવતા મતદાન મથકોની બહાર પ્રતિબંધિત વિસ્તાર એવા ૧૦૦, મીટર તેમજ ૨૦૦, મીટર ની બોર્ડર લાઈનો મતદાન મથકોની બહાર કરી તંત્ર મતદાન કરાવવા ની પ્રક્રિયાને લઈને સજજ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે.લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ૨૦૨૪ અંતર્ગત ત્રીજા તબક્કામાં ગુજરાત ખાતેની તમામ બેઠકોમાં ૭ મી મે ના રોજ મતદાન યોજનાર છે.ત્યારે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે.ઉમેદવારો મતદાનને લઈ પોતપોતાની વ્યુહ રચનામાં વ્યસ્ત થઈ ગયા છે. ઉમેદવારો જીત અંગે એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે.મતદાન વધુ થાય તેવા પ્રયાસો પણ કરી રહ્યા છે.બીજી તરફ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં આવતી હાલોલ વિધાનસભા મતવિસ્તાર માં તંત્ર દ્વારા નિષ્પક્ષ મતદાન થાય અને મતદારો મતદાન મથકમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરે તે અંગે ની તૈયારીઓ હાથ ધરી છે.જેમાં મતદાન મથક થી ૧૦૦ તેમજ ૨૦૦ મીટર નો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર હોય આ વિસ્તારની અંદર કોઈપણ પ્રકારનો મતદાન દરમિયાન પ્રચાર પ્રસાર ન થાય તેમજ મતદારોને અડચણરૂપ કોઈ પણ પ્રવૃત્તિ ન થાય તે અર્થે એની તૈયારીઓ ના ભાગરૂપે મતદાન મથકથી ૧૦૦ તેમજ ૨૦૦ મીટર બોર્ડર લાઈનો તૈયાર કરી લીધેલ જોવા મળી રહેલ છે.










