
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૪.૨૦૨૪
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામના દંપત્તિ ને આજે સવારે હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક કંસારાવાવ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. કાર ધડાકા ભેર ઝાડ સાથે અથડાતા કાર ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે તેમની પત્નીને ગંભીર ઈજાઓ પામતા તેમને તાત્કાલીક ધોરણે બોડેલી ખાતે સારવાર અર્થે ખસેડમાં આવ્યા છે.બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામેં રહેતા નિસાર અહેમદ ઈબ્રાહીમ દડી.ઉ.વ.૬૪ તેમજ તેઓના પત્ની હમીદાબેન નિસાર અહેમદ દડી આજથી છ દિવસ પહેલા તેમના ગ્રુપમાં નૈનીતાલ પ્રવાસમાં જવાનું હોવાથી તેમની કાર લઇ વડોદરા ખાતે ગયા હતા.નૈનીતાલ નો પ્રવાસ પૂરો કરી વડોદરા ખાતે મુકેલ તેમની કાર લઈ આજે વહેલી સવારે તેમના ઘરે પાવીજેતપુર ખાતે જવા નીકળ્યા હતા.તે દરમ્યાન હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક કંસારાવાવ ગામ પાસે કાર ચાલક નિશારભાઈ એ સ્ટેરીગ પર નો કાબુ ગુમાવતા પૂર ઝડપે દોડી રહેલી કાર અચાનક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેને લઈ કાર માં સવાર દંપતી પૈકી કાર ચાલક નિશારભાઈ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જયારે તેમના પત્ની હમીદા બેનને ગંભીર ઈજાઓ પામી હતી.બનાવ ને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા. જે પૈકી કોઈએ ૧૦૮ ને જાણ કરતા તે ઘટના સ્થળેદોડી આવી અકસ્માતમાં ઈજાગ્રસ્ત હમીદા બેન ને તાત્કાલિક બોડેલી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત ની જાણ પાવાગઢ પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી આવી અકસ્માત નો ગુનો નોંધી અકસ્માતમાં ભોગ બનનાર નિશારભાઈ ના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પીએમ માટે મોકલી આપી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.બનાવ ની જાણ નિશારભાઈના પરિવારજનો અને મિત્ર વર્તુળોને થતા તેઓ ઘટના સ્થળે તેમજ રેફરલ હોસ્પીટલ હાલોલ ખાતે દોડી આવ્યા હતા.અકસ્માત માં ભોગ બનનાર નિશારભાઈ દડી ઘણા સમય પહેલા હાલોલ ખાતે નર્મદા પ્રોજેક્ટમાં નોકરી કરતા હતા ત્યારે હાલોલ ખાતે આવેલ નર્મદા વસાહતમાં રહેતા હતા. જેને લઇ હાલોલ ખાતે પણ ઘણાં લોકો સાથે સારા સંબંધો કેળવ્યા હતા.આ અકસ્માત અંગે ના સમાચાર તે લોકોને થતા તેવો પણ ભારે શોક માં આવી ગયા હતા.










