
બ્રિજેશકુમાર પટેલ
પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ
તા.૦૫/૦૫/૨૦૨૪
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને અનુલક્ષીને ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમો તથા સ્વીપ એક્ટિવિટીનું આયોજન કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સંપૂર્ણ ટીમ મતદાન જનજાગૃતિ અભિયાન થકી લોકોને જાગૃત કરી રહી છે. ત્યારે ૧૫૨ – ઝઘડિયા વિધાનસભા મતવિસ્તારના નેત્રંગ ટાઉનના ચાર રસ્તા વિસ્તારમાં રાજુ જોશી ગૃપ થકી જાગો મતદાર જાગો પરંપરાગત શેરી નાટક થી નગરજનોને મતદાન અને પોતાના મતાધિકારના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
તેમજ લોકશાહીના આ મહાપર્વમાં શહેરીજનો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવે તે માટે પણ સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો. શહેરીજનો પણ લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.