GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી નો પ્રાદુભાવ મહોત્સવ ની ભવ્ય ઊજવણી.

તારીખ ૦૫/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

શનિવાર ના રોજ શ્રી ગોવર્ધનનાથજી હવેલી કાલોલ ખાતે બહોળી સંખ્યા માં કાલોલ ના બાળકો ,યુવાનો તથા સમસ્ત વૈષ્ણવ સમાજ ધ્વારા જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી નો પ્રાદુભાવ મહોત્સવ એવમ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી નો પ્રાગટય દિવસ મનાવી ધન્યતા અનુભવી . આ ઉત્સવ ના ઉપલક્ષય મા પ.પુ.પા ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ધ્વારા સમસ્ત વલ્લભીય વૈષ્ણવો ને ખુબ ખુબ વધાઈ પાઠવી હતી.જેમાં સૌ પ્રથમ વહેલી સવારે પ્રભાતફેરી શ્રી ગોવર્ધનનાથજી મંદિર માથી પ્રસ્થાન કરવામા આવી હતી.ત્યાર બાદ શ્રી ગોવર્ધનનાથજી હવેલી મા શ્રીના પલના – નંદ મહોત્સવ ના દર્શન સવારે ૧૨=૦૦ કલાકે થયા હતા જેમા સમગ્ર કાલોલ વૈષ્ણવ સમાજ ના વૈષ્ણવ ભાઈ બહેનોએ દર્શન નો અલૌકીક લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.જેમા આ વર્ષે “પુષ્ટિ સંસ્કાર એકેડમી” ના તમામ બાળકોએ દર્શન નો અલૌકીક લાભ લઈ આનંદીત થયા હતા. આજ અલૌકીક દિવસ ના ઉપલક્ષ માં સાજે ૪=૩૦ કલાકે સમસ્ત વૈષ્ણવ સમાજ ના પાઠ શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં રાખવામા આવ્યા હતા. ત્યારબાદ હવેલી માંથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી ના પ્રાદુભાવ મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી જેમા સમગ્ર વૈષ્ણવ સમાજ ધ્વારા આનંદ લુટવામા આવ્યો હતો જેમા વિશેષ “પુષ્ટિ સંસ્કાર એકેડમી” ના બાળકોએ પણ આનંદ ઉઠાવ્યો હતો,દરેક બાળકો પીળા વસ્ત્રો પહેરી જોડાયા હતા જે શોભાયાત્રા મા આકર્ષણ નુ કેન્દ્ર બન્યા હતા.તેમજ સમગ્ર વૈષ્ણવ સમાજ ના વૈષ્ણવો ધ્વારા રાસ ની ભવ્ય રમઝટ જમાવી હતી. રાત્રે લાડ સમાજ અને મોઢ સમાજ દ્વારા જ્ઞાતી માટે મહાપ્રસાદી નુ આયોજન કરાયુ હતુ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button