BHARUCHGUJARATJAMBUSAR

ભરૂચ લોકસભા બેઠક ના અપક્ષ ઉમેદવાર સાજીદભાઇ મુન્શી ના ટેકેદારો ઉપર થયેલ હિંસક હુમલો.

જંબુસર 

જંબુસર તાલુકા ના કાવી ખાતે રહેતા અને લોક સભા ની ચુંટણી મા ભરૂચ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર ના ટેકેદારો ઉપર ગામ ના બે ઈસમો એ તલવાર થી હુમલો કરતા ત્રણ ટેકેદારો ને ઈજાઓ પહોંચી હોવાના તથા બનાવ સંદર્ભે કાવી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરો ને ગણતરી ના કલાકો મા દબોચી લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

કાવી પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા ના કાવી ગામ ના સુથાર ચકલા ફળિયા મા રહેતા મુબારક યુનુસ હસન ધેનધેન ઉ.વ.૩૯ ના ઓ લોકસભા ની ભરૂચ બેઠક ના અપક્ષ ઉમેદવાર સાજીદભાઇ મુન્શી સાથે પ્રચાર માટે કાવી આજુબાજુના ગામડાઓમાં ગયા હતા અને પ્રચાર પુર્ણ કરી ગતરોજ રાત્રી ના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં મુબારક ધેનધેન તથા સકીલ ઇસા ધેનધેન,સીરાજભાઇ અયુબભાઇ ધેનધેન તેઓ ના ઘરે જતા હતા તે વખતે મુબીનભાઇ ઇસ્માઇલભાઈ ધેનધેન મુબારક ને કહેવા લાગેલ કે, તમારી કાતર જીતવાની નથી તેમ કહીને ખરાબ ગંદી ગાળો બોલતા સકિલ ધેનધેને ગાળો બોલવા ના પાડતા મુબીનભાઇ ધેનધેન તેના ઘરે જઈને તલવાર લાવી મુબારક ને તલવાર થી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે મારવા જતા મુબારકે બન્ને હાથ આગળ કરી દેતા જમણા હાથના કાંડાના ભાગે ઇજા પહોંચી હતી તથા અન્ય હુમલાખોર બસીરભાઇ અકક્કુજી ધેનધેન પણ મુબારક ને ઢીકાપાટુનો માર મારતા હોય તે વખતે સકીલ ધેનધેન તથા સિરાજ ધેનધેન બચાવવા વચ્ચે પડતા તેઓને પણ તલવારથી નાની મોટી ઇજા પહોંચી હતી. અને બન્ને હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા.આ બાબતે કાવી પોલીસ મથકે મુબારક ધેનધેને ફરિયાદ આપતા પોલીસે ઈ.પી.કો કલમ ૩૦૭,૩૨૩ ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ અન્વયે ગુનો નોધી તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ.આહીરે સંભાળી હતી અને બન્ને હુમલાખોરો ને ગણતરી ના કલાકો મા દબોચી લીધા હતાં

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button