Dhoraji: ધોરાજી તાલુકા સેવા સદનના પ્રાંગણમાં વિશાળ રંગોળી દ્વારા મતદાતા જાગૃતિનો સંદેશ અપાયો

તા.૩/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Dhoraji: લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ માટે ગણતરીના દિવસોમાં મતદાન થનાર છે, ત્યારે મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ પાર્ટીસિપેશન એન્ડ ઇલેક્ટોરાલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત મતદાતા જાગૃતિના અભિયાનને વધુ સઘન બનાવવામાં આવ્યું છે.

૭૫ ધોરાજી વિધાનસભા મતદાર વિભાગ અંતર્ગત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી જયેશ લિખિયાના માર્ગદર્શન હેઠળ વ્યાપક મતદાર મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં ધોરાજી તાલુકા સેવા સદન ખાતે વિશાળ રંગોળી તૈયાર કરીને નગરજનોને પોતાના મતાધિકારનો અવશ્ય પ્રયોગ કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો.

કચેરીમાં આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરીને લોકશાહીમાં ભાગીદાર બનવા માટે પ્રેરણા મળે તે હેતુથી મતદાન તારીખ અને ‘મતદાન અવશ્ય કરીએ’ લખાણ સાથે દેશનો નકશો અને તિરંગાના રંગોથી સુશોભિત વિશાળ રંગોળી કચેરીના પ્રાંગણમાં તૈયાર કરવામાં આવી હતી. આ સાથે મુલાકાતીઓ માટે ‘#વોટ ફોર શ્યોર’ સેલ્ફી બૂથ પણ તૈયાર કરવામાં આવ્યું હતું.









