GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના સમા નજીક આવેલ કેનાલમાં કૂદેલા ડેસર તાલુકાના યુવકની લાશ મળી

તારીખ ૦૨/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ડેસર તાલુકાના મોટી વરણોલી ગામે રહેતા જીગ્નેશ કુમાર પસાભાઈ રોહિત નામના યુવાન ગત ૩૦ એપ્રિલના રોજ ૪:૩૦ વાગે કોઈને પણ કહ્યા વગર ચાલતા ચાલતા પાંડુ થી કાલોલ તરફ નીકળ્યો હતો અને રાતના પોણા આઠ વાગ્યાના સુમારે તેના બનેવી નો ફોન આવેલ કે જીગ્નેશ કાલોલના બોરુ ટર્નિંગ નજીક નર્મદા કેનાલના પુલ ઉપર મારી સાથે ઉભો છે તમે અહીં આવો ત્યારબાદ સવા આઠ વાગે નર્મદા કેનાલના પાણીમાં જીગ્નેશ કોઈ અગમ્ય કારણોસર કૂદી જતા મળી આવેલ નહીં સગા સંબંધીઓ દ્વારા તપાસ કરતા મળી આવેલ નહીં જેથી હાલોલ નગરપાલિકાના ફાઈટરને જાણ કરવામાં આવી હતી હાલોલ નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા તપાસ કરતા ગુરૂવારના રોજ બપોરના એક કલાકે કાલોલ ના સમા પાસે કેનાલ માંથી જીગ્નેશ ની લાશ જોવા મળતા લાશને ફાયર ટીમ દ્વારા બહાર કઢાવી કાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી પીએમ માટે મોકલી આપી પોલીસે આગળની તપાસ કાર્યવાહી પીએસઆઇ એલ.એ.પરમાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button