BANASKANTHAPALANPUR

થરા નગરમાં મુમુક્ષુરત્ના કુ. પ્રાચી સંસારનો ત્યાગ કરી બન્યા સાધ્વી પૂર્વવંદિતાશ્રીજી મ. સા.

2 મેં વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
કાંકરેજ તાલુકાના નાથપુરા ગામના વતની અને થરા નગરના ભક્તિ નગરમાં રહેતા અને હાઈસ્કૂલ શોપીંગ સેન્ટરમાં ચક્રેશ્વરી ઝેરોક્ષ સેન્ટર નામની દુકાન ચલાવતા તાણેચા ચેતન ભાઈ શંકરલાલ નગીનદાસ શાહની પુત્રી પ્રાચીબેને ઉચ્ચ અભ્યાસ અને સાધ્વી ગુરૂ ભગવંતો પરિવારના સંસ્કાર થકી તેને સંસારનો ત્યાગ કરવનો મક્કમ નિર્ણય કરતાં ગુરૂ ભગવંતોના આશીર્વાદથી પરિવારજનોએ અનુમતિ આપતાં પૂ.બા દાદી સાધ્વી દેવવંદિતાશ્રીજી અને ફૈઇ પ્રિયવંદિતાશ્રીજી મ.સા.ના પંથ જૈન ધર્મના પ્રચાર પ્રસારાર્થે દીક્ષા પ્રવજલ્યાનું મુહર્ત આવ્યુને મુમુક્ષુરત્ના ચિ. પ્રાચીના દીક્ષા મહોત્સવની ઉજવણીના ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત તારીખ .૨૯મી એપ્રિલ સવારે પૂ.ગુરૂ ભગવંતો ભવ્યાતિભવ્ય સામૈયા સાથે નગર પ્રવેશ અને તારીખ .૩૦મી એપ્રિલ સવારે પૂ.ગુરૂ ભગવંતો શ્રી ગુરૂ પ્રેમ પટ્ટધર ગચ્છનાયક જયોતિષ આચાર્ય ડૉ.આ. શ્રી વિજય હેમચંદ્રસૂરી શ્વરજી મ.સા.શ્રી આ .વિજય શીલરત્નસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ઢોલ બેન્ડ શણગારેલી બગી બળદ ગાડી સાથે જૈન શ્રેષ્ઠી હર્ષદભાઈ જે. શાહ, મંગળદાસ સુરાણી, કિરીટભાઈ સુરાણી કમલેશભાઈ સુરાણી, પ્રકાશભાઈ સુરાણી, સેવંતીલાલ તાણેચા, દિલીપભાઈ તાણેચા,મયુરભાઈ તાણેચા,દિનેશભાઈ શાહ,ભરત ભાઈ શાહ, વિજયભાઈ ભોટાણી અતુલભાઈ શાહ, કે. એલ.શાહ, જશવંતલાલ શાહ, ગિરિશભાઈ શાહ વિગેરે સગા સંબંધી મિત્રો મુમુક્ષુ રત્ના ચિ. પ્રાચીના શાહી વર્ષીદાનના વરઘોડા શોભાયાત્રામાં જોડાઈ થરા નગરની પ્રદક્ષિણા કરી પરત ભક્તિ નગર સોસાયટી દિક્ષા સમિયાણા આવેલ જયાં બેઠું વર્ષીદાન કરવામાં આવેલ. બપોરે મોહે રંગ દે સંયમ રંગ દે સાંજે પાંચ વાગે અંતિમ વાયણું, રાત્રે આઠ વાગે સ્ટેજ કાર્યક્રમ છોડીને ચાલ્યા રે વૈરાગી, અજબની છે એની ખુમારી યોજાયેલ. પહેલી મે ૬૪મા ગુજરાત સ્થાપના દિન ચૈત્ર વદ આઠમ બુદ્ધ આઠમે સવારે પાંચ વાગે મુમુક્ષુ રત્ના પ્રાચીનો દીક્ષામહોત્સવ સ્થળમાં ધામધૂમથી પ્રવેશ બાદ સવારે પ.૪૫ કલાકે પ્રવ્રજયા વિધિનો પ્રારંભ થયેલ અને મુમુક્ષુ રત્ના કુમારી પ્રાચી દીક્ષા ગ્રહણ કરીને સાધ્વી પૂર્વવંદિતાશ્રીજી મ.સા. બની વીર પ્રભુના માર્ગે જૈન ધર્મના પ્રચાર પ્રસારાર્થે ડગ માંડયા.યશપાલ ટી.વાઘેલા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button