TANKARA:ટંકારાના મીરા કોટન નામની ફેકટરીમાં મંડપ સર્વિસનાં સામાનમાં આગ ભભૂકી

TANKARA:ટંકારાના મીરા કોટન નામની ફેકટરીમાં મંડપ સર્વિસનાં સામાનમાં આગ ભભૂકી
ટંકારા લતીપર ચોકડી નજીક તાલુકા પંચાયત સામે મિરા કોટન નામની ફેકટરીમાં રાખવામાં આવેલ મંડપ સર્વિસનાં સામાનમાં આગ ભભૂકી હતી. ત્યારે બનાવની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડના જવાનો, ટંકારા પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ટંકારા લતીપર ચોકડી નજીક તાલુકા પંચાયત સામે મિરા કોટન નામની ફેકટરીમાં રહેલ મંડપ સર્વિસના સામાનમા અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અહી મંડપ સર્વિસનો એટલો સામાન પડ્યો હતો કે જો લોકો તાત્કાલિક દોડયા ન હોત તો આગ ભયાનક રૂપ ધારણ કરી શકત. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા નિકળતા રાહદારીઓ દોડી આવ્યા હતા. સદનશીબે કોઈ જાનહાની થઇ નથી. આગ લાગતા અંદાજે ચારેક લાખનું નુકસાન પહોંચ્યું હોવાનું પિયુષ મંડપ સર્વિસ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે સ્થાનિક લોકોએ આગ ઉપર કાબુ મેળવવા તજવીજ હાથ ધરી હતી અને મોરબી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોચ્યા હતા. તેમજ ટંકારા પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું.