

18 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે રવિવારે ની રાત્રે અંદાજે ૦૭:૪૫ વાગે ડિલિવરી નો કેસ ટુંડીયા ૧૦૮ ને મળતા તાત્કાલિક ૧૦૮ ટીમ ના પાઇલોટ નાગેન્દ્રસિંહ અને EMT યોગિતાબેન તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા અને દર્દી ના સગા(કોલર) સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે દર્દી ને પ્રસૂતિ પીડા નો અસહ્ય દુખાવો હોવાથી દર્દી ને સામે રિક્ષા મા લઈને આવીએ છીએ અને ત્યાર બાદ દર્દી સુધી પહોંચતા દર્દી ઓટો રિક્ષા મા હતું અને ચાલી શકે તેવી પરસ્થિતિ ન હતી ૧૦૮ ના તાલીમબધ્ધ EMT યોગિતા બેન ને દર્દી ને તપાસતા માલૂમ પડ્યું કે દર્દીને દુખાવો વધારે હોવાથી ડિલિવરી રિક્ષા માં જ કરાવવી પડશે જ્યાં EMT દ્વારા એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર હેડ ઓફિસ સ્થગિત ડૉ. શ્રી ને દર્દી ની માહિતી આપી ને તેમના માર્ગદ્શન મુજબ સફળ પ્રસૂતિ કરાવી અને બાબો નો જન્મ થયો હતો અને તેમને વધુ સારવાર અર્થે દાતા ની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા.







