INTERNATIONAL
ભારે વરસાદે ચીનમાં તબાહી મચાવી, હાઇવેનો ભાગ તૂટી પડ્યો; ઓછામાં ઓછા ૧૯ લોકો મૃત્યુ પામ્યા

બેઇજિંગ. ચીનના દક્ષિણી ગુઆંગડોંગ પ્રાંતના મેઇઝોઉ શહેરમાં હાઇવેનો એક ભાગ ધરાશાયી થયો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. બચાવકર્મીઓએ ૩૦ લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા છે. રાજ્યની ન્યૂઝ ચેનલ સીસીટીવીએ જણાવ્યું હતું કે ગુઆંગડોંગ પ્રાંતમાં મેઇઝોઉ શહેર અને ડાબુ કાઉન્ટી વચ્ચેના રસ્તાનો એક ભાગ લગભગ ૨.૧૦ વાગ્યે તૂટી પડ્યો હતો.
ચેનલે વધુમાં જણાવ્યું કે આ ઘટનાને કારણે ૧૮ વાહનો ફસાઈ ગયા અને ૩૧ લોકોને ઘટનાસ્થળેથી બચાવી લેવામાં આવ્યા અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.
પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેઓએ જોરદાર અવાજ સાંભળ્યો અને રસ્તામાં કેટલાક મીટર પહોળા ખાડો જોયો.
[wptube id="1252022"]