GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં સિગ્નેચર કેમ્પેઈનના માધ્યમથી લોકોને મતદાન માટે કર્યા પ્રેરિત

તા.૧/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીનો ઉત્સવ નજીક આવી રહ્યો છે. જે સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકાની બાબુભાઈ વૈદ્ય લાઇબ્રેરી, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, ચાણક્ય પુસ્તકાલયમાં અને મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરીના આધાર કેન્દ્રો ખાતે “મતદાન જાગૃતિ” અભિયાન અન્વયે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરાયું હતું.
આ તમામ જગ્યાઓ પર “મારો મત મારો અધિકાર, હું અવશ્ય મતદાન કરીશ”ના સિગ્નેચર બેનર પર બહોળી સંખ્યામાં નાગરિકોએ પોતાના હસ્તાક્ષર કરીને મતદાન કરીશુંનું વચન આપ્યું હતું.
[wptube id="1252022"]