GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પાડતા રાજકોટ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ

તા.૧/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટમાં કાયદો વ્યવસ્થા, શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે રાજકોટ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવામાં આવ્યા છે.

જે મુજબ શારીરિક ઈજા થાય તેવી વસ્તુઓ કે હથિયારો તથા સ્ફોટક પદાર્થો રાખવા તેમજ હેરફેર કરવા તેમજ પૂતળાં બાળવા જેવા વિવિધ પ્રદર્શનો યોજવા, જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તેવી રીતે ઘોંઘાટ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, પરવાનાવાળા હથિયારો લઈ જાહેર જગ્યાએ જવા, હવામાં ફાયર કરવા કે વ્યક્તિઓના સમુદાયમાં લઈ જવાની મનાઈ કરવામાં આવી છે તથા ચાઇનીઝ જીગઝેક ચપ્પુઓ રાખવા તેમજ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ આદેશ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ હેઠળના સમગ્ર વિસ્તારમાં ૦૧/૦૫/૨૦૨૪થી તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button