હાલોલ તાલુકાના છાન તલાવડી ગામ પાસે બાઈક ચાલક પશુ સાથે અથડાતા ઘટના સ્થળે કરૂણ મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૫.૨૦૨૪
હાલોલ તાલુકાના છાન તલાવડી ગામ પાસે બાઈક ચાલક પોતાની બાઈક કોઈ પશુ સાથે અથડાતા તેને ગંભીર ઈજાઓ પામતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે બાઈક ઉપર ચાલકની મિત્ર સગીર છોકરી ને નાની મોટી ઈજાઓ પામતા તેને હાલોલ ની સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથધરી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના કોહીવાવા ગામે રહેતા રાજેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ નાયક નાઓ તેઓના પરીવાર સાથે ઘરે હતા ત્યારે તેમનો નાનો પુત્ર વિલેશ ઉ.વ.19 નો રાત્રીના આઠ વાગ્યા ના સમય ગાળા દરમ્યાન કોઈ ને કહ્યા વગર તેના પિતા નું બાઈક લઇ નીકળી ગયો હતો. અને રાત્રીના બારેક વાગ્યા ના સમય ગાળામાં તેમના સંબધીનો રાજેન્દ્રભાઇ ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તારા નાના પુત્ર વિલેશ ને હાલોલ તાલુકાના છાનતલાવડી ગામ પાસે રોડ ઉપર પડેલો છે.અને બાજુમાં બાઈક પડેલું છે. અને તેને માથામાં વાગેલું છે.108 એમ્બ્યુલન્સ ને ફોન કરતા તે ઘટના સ્થળે આવતા 108 ના ડોક્ટરે તેને મૃત જાહેર કરેલ છે. તેમ જણાવતા રાજેન્દ્રભાઇ સગા સબંધી અને મિત્રો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તે સમયે વિલેશ ઘટના સ્થળે પડેલ હતો. અને જાણવા મળ્યું હતું કે વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામ ની એક છોકરી પણ હતી. તેને પણ નાની મોટી ઇજાઓ થતા તેને 108 એમ્બ્યુલન્સમાં હાલોલ સરકારી દવાખાને સારવાર અર્થે લઇ ગયા છે. વધુ માં જાણવા મળ્યું હતું કે વિલેશ અને તે છોકરી જય રહ્યા હતા ત્યારે વિલેશે બાઈક પૂર ઝડપે અને ગફલત ભર્યું હંકારતા છાનતલાવડી ગામ પાસે અચાનક કોઈ પશુ આવી જતા તેની સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.બનાવ અંગે પાવાગઢ પોલીસ ને જાણ થતા તે ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ કરી અકસ્માત નો ગુનો નોંધી અકસ્માતમાં ભોગ બનનાર વિલેશ ને ખાનગી વહન માં હાલોલ સરકારી દવાખાને પી.એ. કરવા મોલકી આપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.










