Chotila:ચોટીલા સરકારી હોસ્પિટલ માં ટી.બી. ની દવા ખલ્લાસ! ડોક્ટર દ્વારા સોશ્યલ મીડિયા પર દાન ની માંગણી

Chotila:ચોટીલા સરકારી હોસ્પિટલ માં ટી.બી. ની દવા ખલ્લાસ! ડોક્ટર દ્વારા સોશ્યલ મીડિયા પર દાન ની માંગણી
મેસેજ થકી તુરંત દવા માટે દાન ની સરવાણી થતા ૧૫ દિવસ ની રાહત
ટી.બી. મુક્ત ભારત કઈ રીતે થશે? જો સરકાર તરફથી દવાનો જથ્થો જ આપવામાં આવતો નથી (રીપોર્ટ રામકુભાઈ કરપડા મુળી)

સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા સરકારી હોસ્પિટલ માં હાલ સરકાર દ્વારા ટી.બી. ની દવાનો જથ્થો ઉપ્લબ્ધ કરવામાં આવતો નથી ત્યારે હોસ્પિટલ ના ડોક્ટર તરફથી માનવતા ની રીતે સોશિયલ મિડિયાનો સહારો લઈ એક મેસેજ મુકવામાં આવેલ અને જણાવેલ કે ટી.બી. ની દવા હોસ્પિટલ માં છે નહીં કે સરકાર તરફથી કોઈ ફાળવણી કરવામાં આવી નથી ત્યારે ટી.બી. ના દર્દી ઓને દવા વગર પરત ફરવું પડે છે ત્યારે સેવાભાવી દ્વારા દવા માટે ૧૦ હજાર ની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી અને ૧૫ દિવસ સુધી ચાલે તે માટે દવાનો જથ્થો મંગાવી લીધેલ છે ત્યારે ડોક્ટર દ્વારા એક માનવતા ભર્યું પગલું ભરી દર્દી ઓને દવા પુરી પાડવામાં ખુબ સરસ કાર્ય કરેલ છે જયારે સવાલ એ થાય છે કે સરકાર દ્વારા ટી.બી. મુકત ભારત ની મોટીમોટી વાતો થાય છે તે પોકળ સાબિત થાય છે ગુજરાત ની કોઈપણ સરકારી હોસ્પિટલ માં ટી.બી.ની દવા નો જથ્થો સરકાર તરફથી ફાળવણી કરવામાં આવેલ નથી અને ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ નું વિધાનસભા ક્ષેત્ર નું મોટું શહેર ચોટીલા ની હોસ્પિટલ માં જ દવા માટે ડોક્ટર ને સંસ્થા ઓ પાસે દાન લઈ ને મંગાવવી પડતી હોય ત્યારે ધારાસભ્યશ્રી આ બાબતે તેઓની ગ્રાન્ટ ફાળવવામાં કેમ આવતી નથી? આરોગ્ય સુરક્ષા માટે સરકાર કટ્ટીબધ્ધ નથી તે આ કિસ્સા ઉપરથી જણાય આવે છે ચોટીલા તાલુકાનાં ગામોમાં ટી.બી. ના દર્દીઓ મોટા પ્રમાણમા હોય છે ત્યારે ટી.બી. ની દવા જ ન હોય તે બાબત દુખનિય છે આવી રીતે ટી.બી.મુકત ભારત થશે