GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના જાલસિકા ગામમાં મતદાન જાગૃતિ સાથે અચૂક મતદાન માટે કરાઈ અપીલ

WANKANER:વાંકાનેરના જાલસિકા ગામમાં મતદાન જાગૃતિ સાથે અચૂક મતદાન માટે કરાઈ અપીલ
રાજકોટ તા. ૩૦ એપ્રિલ – ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દેશનું ગર્વ છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મહત્તમ મતદાન થકી આ લોકશાહીનું પર્વ ઉજવાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે.
જે અંતર્ગત, ૬૭ – વાંકાનેર વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ જાલસિકા ગામમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ ગામમાં મુલાકાત લીધી હતી. આ સાથે નાગરિકોને મતાધિકારનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમજ આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.
[wptube id="1252022"]