JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

મતદાનના દિવસે શ્રમયોગીઓ પોતાનો મત્તાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવા આદેશ કરાયો

જૂનાગઢ તા.  ૨૯ આગામી ૭ મેં ના રોજ લોકસભાની  સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે સહ નોડલ ઓફિસર માઇગ્રેટરી ઇલેક્ટર્સ અને સરકારી શ્રમ અધિકારી જૂનાગઢ દ્વારા લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ ની કલામ ૧૫૩(બી) મુજબ જૂનાગઢ જિલ્લામાં આવેલ તમામ સંસ્થા, ફેક્ટરી, સાઈટ પરના શ્રમયોગીઓને મતદાનના દિવસે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રાજા આપવાની રહેશે.

આ જોગવાઈ અનુસાર કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહિ. જે કર્મચારીઓની ગેરહાજરીથી જોખમ ઉભું થાવનો સંભવ હોઈ અથવા જે વ્યવસાય સાથે સંકળાયેલ હોઈ તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોઈ તેવા કીસ્સામાં કર્મચારીઓને મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક માટે સવેતન રાજા આપવાની રહેશે.

જો કોઈ સંસ્થાના માલિક શ્રમયોગી ઉપર ઉપરોક્ત જોગવાઈ વિરુદ્ધ વર્તન કરશે તો કાયદા મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે રાજા સંદર્ભે કોઈ ફરિયાદ હોઈ તો મદદનીશ શ્રમ આયુકતનું કચેરી, જૂનાગઢ ખાતે ટેલીફોને નંબર  ૦૨૮૫-૨૬૩૧૪૬૮  તથા જિલ્લા કંટ્રોલ રૂમ નંબર ૧૯૫૦ નો સંપર્ક કરવો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button