GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મતદાતાઓની તમામ જાણકારી માટે ચૂંટણી પંચની નવતર “નો યોર પોલિંગ બુથ” પહેલ

તા.૨૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

મતદાતાઓ પોતાનો મતદાન માટેનો રૂમ, યાદીમાં પોતાનું નામ અને ફોટો, મતદાર ક્રમાંક સહિતની માહિતી મેળવી

Rajkot: ભારત ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત “નો યોર પોલિંગ સ્ટેશન”(તમારા મતદાન મથકને જાણો)ની પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના માધ્યમથી મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન પહેલા નિયત દિવસે પોલિંગ સ્ટેશનની મુલાકાત લઇ માહિતી મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પોલિંગ સ્ટેશન પર મતદાતાઓએ સવારે ૯ થી ૧૨.૩૦ દરમ્યાન મુલાકાત લઇને મતદાતાઓ પોતાનો મતદાન માટેનો રૂમ, , યાદીમાં પોતાનું નામ અને ફોટો, મતદાર ક્રમાંક, ઉંમર, જાતિ સહિતની માહિતી જોઈ શકશે. પોલિંગ સ્ટેશન પર મતદાતાઓ માટે પાર્કિંગ, પીવાનું પાણી, રેમ્પ, દિવ્યાંગો માટે વ્હીલ્ચેર, શૌચાલય સહિતની જરૂરી સુવિધાઓથી અવગત કરાયા હતા.

બુથ લેવલ ઓફિસર્સ ફોટાવાળી અને કક્કાવારી પ્રમાણે મતદાર યાદી તથા પ્રજ્ઞાચક્ષુ મતદાતાઓ માટે બ્રેઈલ લિપિમાં વિગતો વાળી શીટ સાથે મતદારોને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં, મતદાન મથકની મુલાકાત લેતા મતદારોની જાણકારી માટે માન્ય આઈ.ડી.કાર્ડ અને મોબાઈલ પ્રતિબંધિત હોવાની જાણકારી આપતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. રાજકોટ શહેરની તમામ પોલિંગ સ્ટેશન ખાતે “નો યોર પોલિંગ સ્ટેશન”નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શહેરના એ.એસ. ચૌધરી હાઇસ્કુલ ખાતે બુથ ક્રમાંક ૨૪૦, ૨૪૧, ૩૦૫, શ્રી લાલબહાદુર શાસ્ત્રી (કન્યા) વિદ્યાલય ખાતે બુથ નંબર ૨૯૯,૩૦૦,૩૦૩,૩૦૪, શ્રી જી. ટી. શેઠ કન્યા વિદ્યાલય ખાતે બુથ ક્રમાંક ૮, ૯, ૩૭

કરણસિંહજી હાઇસ્કુલ ખાતે બુથ ક્રમાંક ૧૯,૨૦ સહીત રાજકોટ સંસદીય મતવિસ્તારના તમામ પોલિંગ સ્ટેશન ખાતે મતદાતાઓએ મુલાકાત લઈને મતદાન અંગેની માહિતી મેળવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button