GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ધોરાજી, રાજકોટ ગ્રામ્ય તથા દક્ષિણ, ગોંડલમાં સઘન મતદાર જાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ

તા.૨૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ ગ્રામ્યમાં રેસ્ટોરાંમાં ફ્લેશ મોબ તથા ધોરાજીના મોલમાં નાગરિકોને લેવડાવાયા અચૂક મતદાનના શપથ

ગોંડલમાં નાગરીકોએ લીધી મતદાન મથકની મુલાકાત

Rajkot: ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દેશનું ગર્વ છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મહત્તમ મતદાન થકી આ લોકશાહીનું પર્વ ઉજવાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, સ્વીપ અંતર્ગત સઘન  જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે. જેમાં નાગરિકોને ચૂંટણીમાં અચૂક મતદાન કરવાનો સંદેશો અપાઈ રહ્યો છે.

૭૫ -ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં ધોરાજીમાં આવેલા ટ્રેન્ડસ મોલમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર તમામ નાગરિકોને આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

૭૧-રાજકોટ ગ્રામ્ય(અ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં આવેલા મુંજકા ખાતે ધી સેકન્ડ વાઈફ રેસ્ટોરન્ટમાં ફ્લેશ મોબ મતદાન જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હાજર તમામ લોકોને મતદાનનું મહત્વ સમજાવી, તમામને પરિવાર સાથે તા.૭મી મેના રોજ અચૂક મતદાનની કરવાની અપીલ કરવામાં આવી હતી. આ સાથે મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા મતદાન મથકો ખાતે “Know Your Polling Station” (તમારા મતદાન મથકોને જાણો) તથા “ચુનાવ કી પાઠશાળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે ભાગ નંબર-૧૯૨ લાપાસરી મતદાન મથક ખાતે મુલાકાત તથા ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત ૭૩ – ગોંડલ રૂટ નંબર ૧૫માં આ જ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને મતદાન મથકની મુલાકાત કરાવવામાં આવી હતી અને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button