GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
MORBI:મોરબી મહેન્દ્રનગર નજીકથી યુવક વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો

મોરબી મહેન્દ્રનગર નજીકથી યુવક વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો
મોરબી-૨ માં મહેન્દ્રનગર નજીક આવેલ સમર્પણ હોસ્પિટલ નજીકથી ટંકારાનો વેપારી યુવક વિદેશી દારૂની ત્રણ નંગ બોટલ સાથે પોલીસની ઝપટે ચડ્યો હતો, ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની બોટલો કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે ટંકારાના લોવાસમાં લક્ષ્મીનારાયણ મંદિરવાળી શેરીમાં રહેતા વેપારી અલ્પેશભાઇ પ્રભુલાલ ખોખાણી ઉવ.૩૩ પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની શીલપેક ૩ નંગ બોટલ વેચાણ કરવાના ઇરાદે સાથે રાખી મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ.૧,૦૨૦/-નો મુદામાલ કબ્જે લઇ આરોપી વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ધપાવી છે.
[wptube id="1252022"]