GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: વિંછીયામાં મતદાન જાગૃતિ માટે આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ

તા.૨૫/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મહિલાઓનું મતદાન વધારવા વિશેષ ઝુંબેશ, અચૂક મતદાન માટે લેવાયા શપથ
Rajkot: લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે.


જે અંતર્ગત વિંછીયા તાલુકાના આંગણવાડી વર્કર બહેનોની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં મતદાર જાગૃતિ અભિયાન તથા ચુનાવ પાઠશાળા કાર્યક્રમ અન્વયે મહિલાઓને મતદાન કરવા અંગે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સૌએ અચૂક મતદાન કરવા અંગે શપથ લીધા હતા.

[wptube id="1252022"]








