GUJARATMULISAYLASURENDRANAGAR

નવા સુરજદેવળ મંદિર ખાતે ધર્મરથનું ઉષ્માભેર સ્વાગત સાથે સભા યોજાઈ.

થાનગઢ ચોટીલા મુળી ખાતે ઠેર ઠેર રેલી અને સભા યોજાઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા

તા.25/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

થાનગઢ ચોટીલા મુળી ખાતે ઠેર ઠેર રેલી અને સભા યોજાઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા

ધામા પાટડીથી નિકળેલ સમસ્ત ક્ષત્રિય સમાજ આયોજિત ધર્મરથ આજે નવા સુરજ દેવળ મંદિર ખાતે આવી પહોંચેલ હતો તેઓનુ ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યુ હતું જેમાં કાઠી ક્ષત્રિય સમાજના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય સમાજના આગેવાનોને છાલ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું અને સભા યોજી શપથ લેતા ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ ભગવાન સૂર્યનારાયણ સામે લીધા હતા અને કાઠી ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે નું એલાન આપવામાં આવેલ તે લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ હતું આગેવાનો મંગળુભાઈ ભગત, રામકુભાઇ કરપડા જોડાયા હતા બાદમાં નવા સુરજ દેવળ મંદિર થી ચોટીલા ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવેલ હતું ચોટીલા ખાતે પણ સ્વાગત કરવામાં આવેલ અને રાત્રે મુળી ખાતે માંડવરાયજી મંદિર ખાતે આશરે બે હજાર યુવાનોની ઉપસ્થિતમાં સ્વાગત સભા શપથ અને ભાજપ વિરુદ્ધ મતદાન ના નારા લગાવેલ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો વિસુભા ઝાલા,ધર્મેન્દ્રસિંહ પરમાર, સાથે મુળી યુવા ગૃપ ટીમ જોડાઈ હતી અને ક્ષત્રિય સમાજ અન્ય સમાજને સાથે રાખી મતદાન કરશે બુથ મેનેજમેન્ટ કરશે પ્રચાર કરશે તેમ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button