GUJARATHALOLPANCHMAHAL

હાલોલ: ગેટમુવાલાના લિસ્ટેડ બુટલેગર અલ્પેશ પાટણવાડિયા ને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૪.૨૦૨૪

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જિલ્લામાં દેશી તેમજ વિદેશી દારૂની અસામાજિક પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા તેમજ બટલેગરો ઉપર પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા હાલોલ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ દ્વારા હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજાને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.જેમાં હાલોલ તાલુકાના ગેટમુવાલા ગામે રહેતો લિસ્ટેડ બુટલેગર અલ્પેશ રવીન્દ્રભાઇ પાટણવાડિયા ની વિરુદ્ધમાં હાલોલ રૂરલ પોલીસ મથકે દેશી વિદેશી દારૂ પોતાના કબજામાં રાખવાનો તથા વેચવાનો અને હેરાફેરી કરવાના પ્રોહિબીશન ના બે અલગ અલગ ગુના દાખલ થયેલા હતા જેને લઇ હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજાએ અલ્પેશ પાટણવાડિયા સામે પાસા દરખાસ્ત તૈયાર કરાવડાવી જીલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરા નાઓને મોકલી આપતા અલ્પેશ પાટણવાડિયા ની પાસા દરખાસ્ત મંજૂર થતાં તેને રાજકોટ ખાતેની મધ્યસ્થ જેલમાં મોકલી આપવાનો હુકમ જિલ્લા કલેકટર આશિષ કુમાર એ કરતા હાલોલ રૂરલ પોલીસે અલ્પેશ પાટણવાડિયા ની વોચ રાખી બાતમીના આધારે તેને ઝડપી લઇ તેની અટકાયત કરી પાસા ધારા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button