મતદાન જાગૃતિ અભિયાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ જોડાયા

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી જી.ટી.પંડ્યાએ જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વમાં જોડાય અને આગામી તા.૦૭ મે ના રોજ ૧૦૦% મતદાન કરે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યાએ બેઠકનું આયોજન કર્યું હતું.
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૦૦% મતદાન થાય તેમજ દિવ્યાંગ અને અશકત નાગરિકો સાથે સાથે સૌ નાગરિકો પણ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાય ઉપરાંત જિલ્લાના નાગરિકોને પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે અપીલ કરતો સંદેશો પાઠવવા જણાવ્યું હતું. તેમજ ખાસ મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે અને મતદાતાઓ જાગૃતિ થાય તે માટે જરૂરી સૂચન કર્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ પૂરતો સહયોગ આપવા તેમજ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવા હકારાત્મક વલણ દાખવ્યું હતું.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જે.ડી.પટેલ સહિત સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા.










