GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં મેટોડા ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો, રહેવાસીઓએ મતદાન માટે શપથ લીધા

તા.૨૩/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે.મૂછારનાં માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ ઉપક્રમે રાજકોટના મેટોડા ખાતે આવેલ આસ્થા સોસાયટી ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષાધિકારીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સોસાયટીના રહીશોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત, આગામી ચૂંટણીમાં તા.૭ મેના રોજ અચૂક મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતાં.

[wptube id="1252022"]








