GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
નર્મદા કેનાલમાં કુદેલા હાલોલના યુવકની લાશ કાલોલ નજીક શક્તિપુરા ગામે કેનાલમાંથી મળી આવી.

તારીખ ૧૯/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ ના કોર્પોરેટર સુખીબેન ભાઈલાલભાઈ ચૌહાણ ના યુવાન પુત્ર નરેન્દ્ર ઉર્ફે નયલુ ભાઈલાલભાઈ ચૌહાણ ગત બુધવારના વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાના ઇરાદે ખંડીવાળા ગામ નજીકની નર્મદા કેનાલમાં કુદી પડ્યો હતો અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેની લાંબી શોધખોળ કરવા છતાં પણ કોઈ પતો લાગ્યો ન હતો. શુક્રવારે વહેલી સવારે ત્રણ કલાકે કાલોલના શક્તિપુરા ગામ નજીક નર્મદા કેનાલના સીઆરગેટ પાસેથી આ યુવાનની લાશ મળી આવતા કાલોલ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]









