GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઇ,નગરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૪.૨૦૨૪

 

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમીના પાવન પર્વને લઈને હાલોલ નગર ખાતે આજે બુધવારના રોજ શ્રી રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસ ભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો જેમાં રામનવમીના પાવન પર્વને લઈ સંતો મહંતોનાં માર્ગદર્શન હેઠળ શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાઇ હતી.જેમાં કંજરી રામજી મંદિરના મહંત પ.પૂ. રામશરણદાસજી મહારાજ,હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર સહિત સંતો મહંતો અને સામાજિક તેમજ રાજકીય મહા અનુભવોની હાજરીમાં નગરના ગોધરા રોડ ખાતે આવેલ વીએમ સ્કૂલ ખાતેથી બુધવારના રોજ સાંજના સુમારે શ્રી રામ નવમીની ભવ્ય શોભાયાત્રા નો આરંભ કરાયો હતો.જેમાં જય શ્રી રામ જય જય રામના ગગનભેદી નારાઓના જય ઘોષ સાથે શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી જેમાં શોભાયાત્રામાં વિવિધ મલખમ, ભગવાન રામ લક્ષ્મણ સીતા માતા હનુમાનજી સહિતના વેશભૂષા ધારણ કરી ભક્તિભાવ દર્શાવીને આકર્ષણ જમાવતા સમગ્ર માહોલ ભક્તિમય બનવા પામ્યું હતું.જ્યારે આ શોભાયાત્રા નગરના ટાવર ખાતે પહોચતા મુસ્લીમ સમુદાયના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રામાં આવેલ રામભક્તોને ઠંડા પાણીના બોટલ આપવામાં આવ્યા હતા જેને લઇને ટાવર ખાતે મુસ્લીમ બિરાદરો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરતાં અનોખા કોમી એખલાસ ભર્યા ભાઇચારાના દ્ર્શ્યો સર્જાયા હતા.જ્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હાલોલ સહિત તાલુકાના શ્રીરામ ભક્તો જોડાયા હતા.અને રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Oplus_131072

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button