BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકામાં રામનવમીના પર્વની પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવણી

ઝઘડિયા તાલુકામાં રામનવમીના પર્વની પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવણી

રાજપારડી ‍રાણીપુરા ઝઘડિયા સહિત વિવિધ ગામોએ શોભાયાત્રા અને રામધુનના આયોજન કરવામાં આવ્યા

ઝઘડિયા તાલુકામાં રામનવમીની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન થયા હતા.રામનવમી મહોત્સવને લઇને ઝઘડિયા, રાણીપુરા,મઢી આશ્રમ,રાજપારડી,ભાલોદ,પાણેથા સહિત વિવિધ ગામોએ શોભાયાત્રા અને રામધુનના આયોજન કરવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આયોજિત શોભાયાત્રામાં યુવાનો અને રામ ભક્તો જોડાયા હતા. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના જન્મોત્સવને લઇને સમગ્ર ઝઘડિયા તાલુકામાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ હનુમાનજી ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનો આયોજન થયા હતા, આ ઉપરાંત ઝઘડિયા મઢીથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ઝઘડિયા મઢી થી પ્રસ્થાન કરી ઝઘડિયા ટાઉન, ચાર રસ્તા, સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર થઈ રતનપુર ગામે થઈને ત્યાંના હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે જય શ્રી રામ, જય શ્રી રામ ના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઉપરાંત રાણીપુરા ગામના યુવાનો દ્વારા ત્રણ દિવસ ભગવાન શ્રીરામની આરાધના કરી ગતરોજ રાત્રે સમૂહ આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું, તથા આજરોજ રાણીપુરા ગામમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. તાલુકાના રાજપારડી નગર ખાતે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં યુવાનો ઉપરાંત રામ ભક્તો જોડાયા હતા,શોભાયાત્રા રાજપારડી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ઉમલ્લા, પાણેથા, ભાલોદ ગામોએ પણ રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા કાંઠા વિસ્તારના આશ્રમોમાં પણ રામનવમીની શ્રધ્ધાસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. તાલુકામાં વિવિધ સ્થળોએ રામધુનના પણ આયોજન કરવામાં આવ્યા હતા.

ઈરફાન ખત્રી
રાજપારડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button