હાલોલ:કંજરી રામજી મંદિર ખાતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી,ભવ્ય શોભાયાત્રા યોજાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૪.૨૦૨૪
હાલોલના કંજરી રામજી મંદિર ખાતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ શુભ અવસરે હાલોલના કંજરી રામજી મંદિર ખાતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામલલાની શોભાયાત્રા રામજી મંદિર થી નીકળી ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત મંદિર ખાતે પહોંચી રામલલાની મહા આરતી કરવામાં આવી હતી.જેમાં મંદિરના મહંત શ્રી પ.પૂ.રામશરણ દાસજી મહારાજે ઉપસ્થીત રામભકતોને આશીર્વચન આપ્યા હતા.જ્યારે રામજી મંદિરે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના જન્મોત્સવની ઉજવણી ને લઇ રામજી મંદિરે થી સવારે ૯ કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી જે કંજરી ગામના માર્ગો પર ફરી પરત રામજી મંદિરે પહોંચી હતી અને ત્યારબાદ ભગવાનની મહા આરતી તેમજ મહાપ્રસાદીનો લાભ રામભક્તોએ લીધો હતો.આ શુભ પ્રસંગે કંજરી રામજી મંદિરના પ.પૂ.મહંત શ્રી રામશરણ દાસજી મહારાજ,હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયૂરધ્વજસિહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મોટી સંખ્યામાં રામભક્તો શોભાયાત્રા માં જોડાયા હતા અને પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ના દર્શન, મહાઆરતી તેમજ મહાપ્રસાદી નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.










