GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ઘેલા સોમનાથ મંદિર ખાતે દિવ્યાંગ મતદારોનો મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

તા.૧૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મતદાન શપથ અને અન્ય લોકોને પણ મતદાન માટે જાગૃત કરવા અપીલ

Rajkot: લોકસભા ચૂંટણી – ૨૦૨૪ અન્વયે આગામી તા. ૦૭ મે ના રોજ ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે. ૧૮ વર્ષથી ઉપરના તમામ મતદાતા તેઓનો અમૂલ્ય મત આપી મતદાનની ફરજ નિભાવે તે અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે દિવ્યાંગ મતદારોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં આશરે ૪૦ જેટલા દિવ્યાંગ મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ તકે સૌ મતદારોને મતદાન અંગે માહિતી પુરી પાડતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ મતદાર દ્વારા મતદાન કરશે તે અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. દિવ્યાંગ મતદારોએ “અવસર લોકશાહીનો” થીમ સાથેના ટીશર્ટ પહેરીને ૭૨ – જસદણ વિધાનસભા વિસ્તારના તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

લોધીકા તાલુકાના પારડી ગામે મહિલા મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ અર્થે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે બહેનોને મતદાન અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતાં.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button