Rajkot: રાજકોટ પૂર્વ અને ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમા બી.એલ.ઓ દ્વારા આમંત્રણ પત્રિકા વિતરિત કરાઈ

તા.૧૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
આમંત્રણ પત્રિકા સાથે ઘરે-ઘરે રૂબરૂ મુલાકાત દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરાયા
Rajkot: આગામી લોકશાહીના પર્વ એવા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં રાજકોટ જિલ્લાના મતદારો મતદાનની પવિત્ર ફરજ બજાવે અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરણા આપે તે માટે સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો તેમજ જનતા જનાર્દન સાથે બેઠકો યોજીને મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.


લોકજાગૃતિની આ ઝુંબેશ અંતર્ગત તા.૧૩.૦૪.૨૦૨૪ ના રોજ ૬૮ રાજકોટ પુર્વ વી. મ.વી માં જિલ્લા પુરવઠા અધિકારી, તથા મામલદારશ્રી રાજકોટ પુર્વના માર્ગદર્શન અંતર્ગત પુરુષ અને સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલ છે તે પૈકી ભાગ નંબર ૨૨૯ મહેશ્વરી શિયાણી કિર્તિધામ સોસાયટી રાજકોટ ખાતે બુથ લેવલ ઓફિસર શ્રી એ.એન ધ્રોગડિય અને ભાગ નંબર ૧૫૮ – શક્તિ સોસાયટી રાજકોટ ખાતે ઝોનલ ઓફીસરશ્રી હિરેન રાવલ તથા બુથ લેવલ ઓફિસર શ્રી નારિય ભાવેશ દ્વારા આમંત્રણ પત્રિકાનું વિતરણ કરી “મતદાર જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામને મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.


ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદારોને મતદાન વિષે સમજણ આપવા ૭૧- રાજકોટ ગ્રામ્ય (અ.જા) વિ.મ.વિ માં સમાવિષ્ટ રાજકોટ તાલુકાના ભાગ નં.૨૩૭ (હલેન્ડા-૩),ભાગ નં.૨૧૩ હડમતીયા (ગોલીડા) અને ભાગ નં.૨૩૯ ઉમરાળીના પુરુષ અને સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવતવાળા તેમજ ૫૦% થી ઓછા મતદાનવાળા વિસ્તારમાં બી.એલ.ઓશ્રીએ ઘરે-ઘરે મુલાકાત લીધી હતી તેમજ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી તમામને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ગ્રામજનોએ મતદાન અંગેના શપથ લઈ, લોકશાહીના પર્વમાં ભાગ લેવા પ્રતિબધ્ધતા દર્શાવી હતી, તેમ અધિક કલેકટર તથા નોડલ ઓફિસર શ્રી સ્વીપ શ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.








