ધાનપુર તાલુકામાંથી એક મહિલાએ ફોન કરી અને 181 મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી હતી

તા.૧૫.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:ધાનપુર તાલુકામાંથી એક મહિલાએ ફોન કરી અને 181 મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી હતી
ત્યારબાદ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલું કે પીડિતા ને તેમના ફળિયાના એક પુરુષ દ્વારા છેડતી કરી અને ભગાડી લ અને ધાકધમકી આપી તેમને વારંવાર હેરાનગતિ કરતા હતા અને પીડીતા જણાવે છે કે તેઓને બે વાર આગળ ભગાડી પણ લઈ ગયા હતા. પીડિતા ને બે બાળકો હતા અને તેઓ તેના પરિવાર જોડે બહારગામ રહેતા હતા. પીડીતા અને તેઓના પરિવારના સભ્યો જણાવે છે કે ક તેઓના ફળિયાના સભ્યને આ અંગે પંચ દ્વારા પણ સમજાવી અને નિકાલ કરવામાં આવ્યો હતો અને તેઓને ગામમાં પણ આવવા દેવાની શખત મનાય હતી છતાં પણ તેઓ પીડિતા ના ઘર ની આજુબાજુ ફરે છે અને તેમને ભગાડી લઈ જવાની યોજનાઓ વારંવાર ઘરે છે. ત્યારબાદ પીડીતા ને છેડતી કરનાર વ્યક્તિને સમજાવવા છતાં પણ તેઓ સમજતા ન હતા. જેથી પીડિતાના પરિવાર જનો એ આ અંગે પીડિતા ની સુરક્ષા માટે અને તેઓના પરિવાર ટકી રહે તે માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માંગતા હતા જેથી પીડિતાને પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે