જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત MCMC હેઠળના મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રજત દત્તા

કામગીરીનું નિરીક્ષણ કરી ફરજરત કર્મચારીઓને જરૂરી સૂચનો કરવાની સાથે માર્ગદર્શન આપ્યું
જૂનાગઢ તારીખ,૧૪ ૧૩-જૂનાગઢ સંસદીય મતવિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રજત દત્તાએ કલેકટર કચેરી જૂનાગઢ કલેકટર કચેરી ખાતે કાર્યરત મીડિયા મોનિટરિંગ એન્ડ સર્ટિફિકેશન કમીટી હેઠળના મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ એમસીએમસી-મીડિયા સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા પર આવતા પેઈડ ન્યુઝ – જાહેરાત પર દેખરેખ રાખવા સહિતની બાબતે માહિતગાર કર્યા હતા. આ તકે ઓબ્ઝર્વર શ્રી દત્તાએ એમસીએમસી સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી કરવા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
ખર્ચ ઓબ્ઝર્વર શ્રી રજત દત્તાની આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ, જૂનાગઢ એમસીએમસીના નોડલ ઓફિસર શ્રી પારુલબેન આડેસરા, ગીરસોમનાથ એમસીએમસીના નોડલ ઓફિસર શ્રી સુનિલ પટેલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૪ અન્વયે મીડિયા મોનિટરિંગ એન્ડ સર્ટિફિકેશન કમિટિ હેઠળ આ મીડિયા મોનિટરિંગ માટે સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. એમસીએમસી સેન્ટર પર રાઉન્ડ ધી ક્લોક સ્ટાફ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને ટીવી ચેનલોના માધ્યમથી પ્રસારિત થતા પેઈડ ન્યુઝ – જાહેરખબર ઉપર નજર રાખવામાં આવી રહી છે.










