રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૪.૨૦૨૪
હાલોલ નગરના ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ મંગળવારી જવાના રસ્તા પર બે ટ્રકો ભૂગર્ભ ગટર યોજનાના અધૂરા માટી પુરાણ કરેલા ખાડામાં ફસાઈ જતા તે તરફ જવા આવવા માટેના રસ્તા બંધ થઈ જતા લોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હાલોલ નગર ખાતે ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે.જેના પગલે નગરજનો છેલ્લા ચાર વર્ષથી હેરાન પરેશાન થઈ ગયા છે. હાલોલ નગર ખાતે ભૂગર્ભ ગટર યોજના ને લઇ ઇજારદાર દ્વારા ખોદવામાં આવેલા ખાડા ને બરાબર માટી પુરાણ ન કરતા છાસ વારે વાહનો ફસાઈ જવાના બનાવો બનતા હોય છે.જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી સાથે ભારે નુકશાની વેઠવાનો વારો આવે છે.ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી ઇજારદાર દ્વારા લાપરવાહી દાખવી જે તે સ્થિતિમાં અધૂરા માટી પૂરાણ કરીને માર્ગ છોડી દેવામાં આવતા નગરના વિવિધ વિસ્તારોમાં આવા ખોદેલા ખાડામાં વાહનો ફસાઈ જવાનો સિલસિલો યથાવત છે.જેને લઇ વાહન ચાલકો ભારે નુકસાની ભોગવી રહ્યા છે.જ્યારે હાલોલ નગરના બસ્ટેન્ડ સામે આવેલ ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ મંગળવારી જવાના રસ્તા પર શનીવારે બે ટ્રકો ભૂગર્ભ ગટર યોજનાના અધૂરા માટી પુરાન કરેલા ખાડામાં ફસાતા ટ્રક ના એક સાઈડના ટાયરો ખાડામાં ઉતરી જતા કલાકોની ભારે જેહમત બાદ બન્ને ટ્રકોને ક્રેન મારફતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલાકો બાદ ફસાયેલી ટ્રકમાંથી ભરેલો માલ સામાન ખાલી કરી જમીનમાં ફસાયેલી ટ્રક બહાર કાઢવામાં આવી હતી. જેને લઇ આ બન્ને ટ્રકોના ચાલક અને નગરજનો દ્વારા કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.તેમજ આ ભૂગર્ભ ગટર યોજનાનું કામ જલ્દી પૂરું થાય તેવું ઈચ્છી રહ્યા છે.નગરજનોની સુખાકરી માટે કરવામાં આવી રહેલી કામગીરી હવે નગરજનો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે.













