KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશન મા તોફાન કરી સરકારી મિલકતને નુકશાન કરી ધાક ધમકી આપનાર મોઈન સામે ફરિયાદ

તારીખ ૧૨/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ મથકે ગુરૂવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે મોઈન ઉર્ફે જફર ઉમર જરોદિયા કે જે અગાઉ ચોરી અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હતો તેની સાથે એક ઈસમ ને લઇને કાલોલ પોલીસ મથકે આવી પહોચ્યો હતો અને પોલીસ સ્ટાફના ટેબલ પાસે આવી આવી ગંદી ગાળો બોલી,”હુ જેલ માથી છુટી ને આવી ગયો છુ અને તમને બધાને જોઈ લઈશ ” તેમ કહીને પીએસઓ ટેબલની સામે દિવાલમાં ફિટ કરેલ કાચના અરીસામાં હાથ અને માથુ અથડાવી ને તોડી નાખેલ અને લોકઅપના સળિયા પકડી લાતો મારવા લાગ્યો જેથી આવુ તોફાન નહીં કરવાનું જણાવતા ગમે તેમ ગંદી ગાળો બોલી, પોલીસને જોઈ લઈશ, તમને મારી નાખીશ જેવી ધમકીઓ આપતા તેની સાથે આવેલ માણસે આમ નહીં કરવા જણાવતા તેણે પણ મોઇને ચાર થી પાંચ લાફા મારી દીધા હતા. આ સમયે ઈદના તહેવાર નિમિત્તે બહારથી આવેલ પોલીસ તેમજ કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ એ પરમાર અને પોલીસ સ્ટાફ અને જીલ્લાના અન્ય પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ આવી ગયેલ અને સરકારી મિલકતને અને રેકર્ડ ને વધુ નુકશાન ન થાય તે માટે બળપૂર્વક મોઈન ને લોક અપ માં મુકવા જતા હતા ત્યારે મા બેન સમાણી ગંદી ગાળો બોલી પોતાની જાતે લોક અપની જાળીમાં માથું પછાડી, લોખંડની જાળી તથા લોકઅપના સંડાશ તથા લોકઅપના દરવાજાને લાતો મારી તોડી નાખેલ અને તમે પોલીસવાળા કેવી રીતે નોકરી કરશો તેમ કહી મારી નાખવાની ધમકી આપી,તમારા બૈરી છોકરા છે કે નહિ?તેમ કહી રૂ ૨૫,૦૦૦/ ની સરકારી મિલકતને નુકસાન કરી પોતાની જાતે પોતાને નુકશાન કરી લોકઅપ મા મુકવા જતા પોલીસ કર્મચારીઓની કાયદેસર ની ફરજ મા રૂકાવટ કરતા કાલોલ પોલીસ મથકે જાહેર મિલકતને નુકશાન કરવા અને ધાક ધમકીઓ આપવા બદલ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે નોંધનીય છે કે આ અગાઉ ગોધરા સબ જેલ મા પણ આ ઈસમે માથુ અથડાવી ધાક ધમકીઓ આપતા તેની સામે ગુનો દાખલ થયેલ હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button