પાવાગઢ: યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકો માટે સુવિધાનો અભાવ,ગતવર્ષે રેન બસેરા ધરાશાઈ થયા બાદ યાત્રિકો માટે કોઈ સુવિધા ઊભી કરાઇ નથી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૪.૨૦૨૪
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ માંચી ખાતે આવેલા ચાચર ચોકમાં યાત્રાળુઓના વિશ્રામ માટેની હાલમાં કોઈ સુવિધા ન હોય કાળઝાળ ગરમીમાં તાપમાન નો પારો ૪૦,ડિગ્રીની આસપાસ હોય આકાશમાંથી અગન જવાળા ઓ વરસતી હોય ઉપર આકાશ નીચે તપી ગયેલ ધરતી થી માઈ ભક્તો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ગત વર્ષે ચાચર ચોકમાં ભક્તોના વિશ્રામ માટે બનાવવામાં આવેલ રેન બસેરા (મઢુલીઓ) ધરાસાઈ થયા બાદ હાલમાં એક વર્ષ જેટલો સમયગાળો પૂર્ણ થવાના આરે છે.ત્યાં સુધી ભક્તોના વિશ્રામ માટે કોઈ સુવિધા જોવા મળતી નથી.આ અસુવિધા ના પગલે ભક્તોમાં લાગતા વળગતા તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.પાવાગઢ વિકાસ કાર્યો અંતર્ગત ડુંગર પર આવેલ માંચી ના ચાચર ચોક ખાતે ભક્તોના વિશ્રામ અર્થે માર્ચ ૨૦૨૨,થી ચોક ને પોહળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જમીનને સમતળ કરી ચાચર ચોક નું નિર્માણ કરવામાં આવ્યું છે.સાથે સાથે ભક્તોના વિશ્રામ માટે કલાત્મક પથ્થરોથી ૧૦,ઉપરાંત રેન બસેરા (મઢુલીઓ) બનાવવામાં આવી હતી.આ કલાત્મક મઢુલીઓમાં યાત્રિકો વિશ્રામ કરતા હતા.દુર્ભાગ્યવશ આ રેન બસેરાઓ પૈકીના એક રેન બસેરા ( મઢુલી ) મે-૨૦૨૩ ના પ્રથમ સપ્તાહમાં અચાનક ધારાશાઇ થતા રેન બશેરાની નીચે મહિલાઓ,બાળકો સહિત ૧૦, લોકો દબાયા હતા.જેમાં એક મહિલાનું મોત થયું હતું.જેના પગલે તંત્ર હાફળું ફાફળુ જાગી અન્ય રેન બસેરાઓ પણ ઉતારી લેવડાવવામાં આવ્યા હતા.જોકે ભક્તોની સુરક્ષા ને ધ્યાનમાં રાખી આ પગલું આવકાર્ય હતું.રેન બસેરા ના નિર્માણ બાદ ખૂબ જ ટૂંકા ગાળામાં આ રેન બસેરાઓ તૂટી પડતા તેની મજબૂતાઈ અંગે જે તે સમયે પ્રશ્નો ઉઠ્યા હતા. આ રેન બસેરા પાછળ થયેલ ખર્ચ પણ એળે ગયો.સરવાળે ડુંગર પર જતા તેમજ ડુંગર પરથી પરત આવતા ભક્તોને કાળઝાળ ગરમીમાં વિશ્રામ કરવાની સુવિધા છીનવાઈ ગઈ જ્યારે આટલો લાંબો સમય થવા છતાં હજુ સુધી ચાચર ચોકમાં વિશ્રામ કરવાની કોઈ નવી સુવિધા નિર્માણ ન થતા ભક્તોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે લાગતા વળગતા વિભાગ દ્વારા ભક્તોની માચી ખાતે વિશ્રામ કરવા ની સુવિધા અર્થે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેવી ભક્તોની માંગ ઉઠી છે.
હાલમાં ડુંગર માચી ના ચાચર ચોક ખાતે ભક્તો ના છૂટકે ચાચર ચોક ખાતે આવેલા વૃક્ષો નીચે વિશ્રામ કરવા મજબૂર થતા જોવા મળી રહ્યા છે.

ચાચર ચોક ના નિર્માણ સમયે ચાચર ચોક ખાતે લાઇટિંગની સુવિધાઓ કરવામાં આવી હતી. ચાચર ચોક ની સાઈડો પર થાંભલા ઉપર લાઈટો કરવામાં આવી હતી.જેમાં હાલમાં એક લાઈટ નો થાંભલો જોખમી રીતે નમી ગયેલો જોવા મળી રહે છે. જ્યારે અન્ય એક લાઇટ નો થાંભલો તૂટેલો એક કોર્નર પર જોવા મળી રહ્યો છે.અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ચાચર ચોક ખાતે કોઈપણ પ્રકારનું વાહન જતું નથી. તો આ લાઈટનો થાંભલો તેના બેઝ પરથી નમી કઈ રીતે ગયો ? નમી ગયેલ વિજ પોલ તેની મજબૂતાઈ અંગે શું કહેવા માંગે છે.











