GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ૬૮ – રાજકોટ પૂર્વ વિધાનસભા મતદાર વિભાગની ઝોનલ ઓફિસમાં અરજદારોએ મતદાનની પ્રતિજ્ઞા લીધી

તા.૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં લોકશાહીના અવસર ચૂંટણીને દીપાવવા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. ત્યારે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને લોકશાહીના હિતમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

જે અન્વયે ૬૮ – રાજકોટ પૂર્વ વિધાનસભા મતદાર વિભાગમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વંગવાણીના માર્ગદર્શન હેઠળ ઝોનલ ઓફિસ – ૩ અને ૪માં આવતા અરજદારોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. સાથેસાથે ચૂંટણી તંત્ર વતી મતદાતાઓને અચૂક મતદાન કરવા અને આજુબાજુના લોકોને મતદાન કરાવવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે મતદારોએ આ બાબતે સહમતી આપીને ચુંટણીમાં સહભાગી થવાની ઉત્સાહપૂર્વક ખાતરી આપી હતી.

[wptube id="1252022"]








