હાલોલ-મુંબઇના પાલઘરની મૂસ્લીમ યુવતી પગપાળા મકકા મદિના જવા નીકળી,હાલોલના બાસ્કા ગામે પહોચતા સ્વાગત કરાયૂ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૪.૨૦૨૪
મુંબઈ ના પાલગર વિસ્તારના એક મુસ્લિમ મહિલા સનાબેન અન્સારી તેઓના પતિ સાથે પગપાળા ચાલીને મક્કા મદીના હજજ કરવા નીકળ્યા છે જેઓ તા:૦૮/૦૪/૨૦૨૪ ના સોમવારના રોજ એક મહિના પછી હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે આગમન થયું હતું.મહારાષ્ટ્ર ના મુંબઈ સ્થિત પાલગાર ની એક મહિલા યાદે ઇલાહી માં અને પયગંબર મોહમ્મદ સલ્લાલાહો અલયહિ વસલ્લમ ના રોજાએ અકદસ ને જોવાની ચાહમાં મુંબઇ થી પગપાળા ચાલીને હજારો કિલો મીટરનો સફર કરીને મક્કા મદીના શરીફમાં 2025 નો હઝ કરશે,આ સનાબેન અન્સારી સંધ્યા કાળે બાસ્કા ખાતે આવેલી હોટેલ સર્વોત્તમ ખાતે રોકાયા હતા અને ઈશાની નમાઝ બાદ તેઓએ પૂછતા તેમને જાણવા મળ્યું કે અહીંયા નજીક માં બાસ્કા ગામ છે ત્યાં મુસ્લિમ વસ્તી ખૂબ સારી છે તો તેઓને મનમાં ઈચ્છા થઈ કે ગામના મુસ્લિમ બિરાદરોની મુલાકાત લઈએ જે હેતુથી તેઓ બાસ્કા ગામ ની બજાર માં રિક્ષા માં બેસી ને આવેલ જે અંગેની ગામ લોકો ને જાણ થતાં તેઓની મુલાકાતે ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.ત્યાર બાદ તેઓ સૌ કોઈ ની મુલાકાત લઈ ને જમવા માટે બાસ્કા ની એક હોટેલ માં જમવા ગયેલ જેની ગામ બસ્કાની મુસ્લિમ મહિલા ઓને જાણ થતાં તેઓ તેમને ભવભીના સન્માન સાથે પોતાની સાથે ઘરે લઈ ગયેલ તેની લોકો ને જેમ જેમ જાણ થતી તેમ લોકો તેઓ ને મળવા મસ્જિદ ફળિયા ના મુસ્લિમ મહિલા ના ઘરે ઉમટી પડ્યા હતા.ત્યાર બાદ પત્રકાર દ્વારા તેઓનું ઇન્ટરવ્યૂ લેતા તેઓએ જણાવ્યું હતું હે મારું નામ સનાબેન અન્સારી છે હું મુંબઈ ના પાલગર થી પગપાળા ચાલી મે હઝ્ઝે બાયતુલ્લા ની ઝિયારત કરવા નીકળી છું મારી સાથે પાકિસ્તાન બોર્ડર સુધી મારા પતિ પણ છે અને હું પાકિસ્તાન,ઈરાન,ઈરાક થઈ ને સાઉદી અરેબિયા જઈશ અને 2025 ની સાલ માં પ્રભુ ની દયા થી મારી હજજ પૂરી કરીશ.કહેવાય છે ને કે હમ તો અકેલે ચલે થે જાનીબે મંઝિલ, લોગ આતે ગયે ઓર કારવાં બનતા ગયા, એવીજ રીતે અગાઉ પણ 2 જૂન 2023 ના રોજ સિહાબ છોટુર નામનો યુવાન કેરળ થી પગપાળા ચાલી ને મક્કા મદીના જવા નીકળેલ તો આ બહેન પણ જેમ જેમ આગળ વધતા જશે તેમ તેમ તેઓની મુલાકાતે અને તેઓના હોસલા ને વધારવા માટે લોકો દોડી આવશે જેનું મૂળ ઉદાહરણ બાસ્કા ગામના મુસ્લિમ બિરાદરોએ ચમકાવ્યો છે.વધુ માં જાણવા મળતી માહિતી મુજબ આ બહેન બાસ્કા માં ઈદુલ ફીત્ર નો તહેવાર મનાવશે એટલે કે 3 દિવસ સુધી રોકાશે અને ત્યારબાદ તેઓના આગળ ના સફરે તેઓ રવાના થશે.











