NATIONAL

કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંઘર્ષ ન થવો જોઈએ.’ સુપ્રીમ કોર્ટે

કેન્દ્ર અને કર્ણાટક સરકારોએ દુષ્કાળ રાહત ફંડ જાહેર ન કરવા અંગે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. જ્યાં કર્ણાટક સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માગ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ કહ્યું કે, ‘વિવિધ રાજ્ય સરકારો હવે કોર્ટમાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંઘર્ષ ન થવો જોઈએ.’ સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારની અરજી પર સુનાવણી કરી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિનો સામનો કરવા માટે રાજ્યને નાણાકીય સહાય આપી રહી નથી.

કર્ણાટક  સરકારે અરજીમાં કહ્યું છે કે, કેન્દ્ર સરકારની મનમાનીના કારણે કર્ણાટકના લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે. રાજ્યને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)ના લાભો રોકવાના કારણે સ્થિતિ વધુ વણસી છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કર્ણાટક સરકાર પર જ સવાલો ઉઠાવ્યા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ‘અરજી દાખલ કરવાને બદલે રાજ્ય સરકાર કેન્દ્ર સાથે વાતચીત કરી શકી હોત.’ તેમણે લોકસભા ચૂંટણી પહેલા પીઆઈએલના સમય પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button