
લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 : ભરૂચમાં “ચુનાવ પાઠશાલા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૮/૦૪/૨૦૨૪
બોરભાઠા બેટ શાળાના શિક્ષિકા બેન દ્વારા ગ્રામલોકોને મતદાનનું મહત્વ સમજાવી લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪માં વધુમાં વધુ મતદાન થાય તે માટે સપરિવાર મતદાનનો સંકલ્પ ગ્રહણ કરાવવામાં આવ્યો.
ભરૂચ : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત ભરૂતચ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન અન્વયે તેમજ તેમજ નોડલ અધિકારીના વડપણ હેઠળ “ચુનાવ પાઠશાલા” અંતર્ગત જિલ્લાના તમામ ગામોમાં મતદાન જાગૃતિ વધારવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુસંધાને બોરભાઠા બેટ શાળાના શિક્ષિકા બેન દ્વારા ગ્રામલોકોને મતદાનનું મહત્વ સમજાવી લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪માં વધુમાં વધુ મતદાન થાય તે માટે સપરિવાર મતદાનનો સંકલ્પ ગ્રહણ કરાવવામાં
આવ્યો.