GUJARATJETPURRAJKOT

Rajkot: લોકસભા ચૂંટણી-વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન માટે રાજ્યમાં ખાસ જાહેર રજાની જાહેરાત

તા.૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આગામી લોકસભાની ચૂંટણી તથા રાજ્યમાં પાંચ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે, ૭મી મે ૨૦૨૪ ને મંગળવારના રોજ ખાસ જાહેર રજાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ સાથે ઔદ્યોગિક એકમો- કારખાના – સંસ્થાઓમાં કામ કરતા કારીગરોને પણ મતદાન માટે સવેતન રજા આપવાના આદેશો જારી કરાયા છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ શ્રી જ્વલંત ત્રિવેદીએ જારી કરાયેલા આદેશોમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની ૨૬-વિજાપુર, ૧૦૮-ખંભાત, ૧૩૬-વાઘોડિયા, ૮૫-માણાવદર તથા ૮૩-પોરબંદરની ખાલી પડેલી પાંચ બેઠકો માટેની પેટા ચૂંટણીના કારણે, ૭મી મે ૨૦૨૪ અને મંગળવારના રોજ રાજ્યમાં જાહેર રજા તરીકે ઘોષિત કરાઇ છે. આ સાથે ઔદ્યોગિક એકમ કે સંસ્થાઓમાં નોકરી કરતા હોય તેવા કારીગર મતદારો પણ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (બી)(૧) અન્વયે સવેતન રજાના હક્કદાર રહેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button