
તા.08/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જિલ્લામાં મિલ્કત વિરોધી ગુનાઓ તેમજ હથિયારધારાના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવૃતિ શોધી કાઢવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એસઓજી પીઆઈ એચ.જે.ભટ્ટના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી હકીકત આધારે એક ઇસમ પોતાના પાસે ગેરકાયદેસર હથિયાર સાથે સાયલાના ગઢવાળા નીનામા ગામની સીમમાંથી દેવકુભા ગઢવીના ખેતર પાસેથી કાચા માર્ગેથી નીકળનાર છે તેવી બાતમી આધારે વોચ રાખી તપાસ કરતા આરોપી પપ્પુભાઇ કસ્તુરભાઇ સોવસીયા રહે ગઢવાળા નીનામા સાયલા સુરેન્દ્રનગર વાળાને એક દેશી હાથ બનાવટની સિંગલ બેરલ મજરલોડ બંદુક જેની આશરે કિં. રૂ.5000 વાળા હથિયાર સાથે એસઓજી સુરેન્દ્રનગરે પકડી પાડેલ છે અને આરોપી વિરૂધ્ધ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
[wptube id="1252022"]




