GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નું આયોજન

MORBI :સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નું આયોજન

સંત શ્રી વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ પદે (અનિલભાઈ) દીપકભાઈ સારલા તેમજ ઉપપ્રમુખ પદે ગોપાલભાઈ સીતાપરા ની નિમણૂક કરવામાં આવી છે

Oplus_131072

આજ રોજ તા. ૭ એપ્રિલના રોજ મોરબી સો ઓરડી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી બોડીંગ ખાતે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ મળી હતી આ મિટિંગમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.૨૩ એપ્રિલ મંગળવારના રોજ સવારે ૮:૦૦ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબી થી પ્રસ્થાન કરશે જે મોરબી શહેરના મુખ્ય માર્ગ પરથી વીસી ફાટક, મયુર પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, ૮ એ નેશનલ હાઇવે થઈને સૌ ઓરડી જિલ્લા પંચાયત કચેરી પાછળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પુર્ણાહુતિ કરશે જ્યાં બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરેલ છે આ મિટિંગમાં ઉપસ્થિત આગેવાન શ્રી પરસોત્તમભાઈ સાબરીયા મોરબી જિલ્લા ચું. કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, દેવજીભાઈ ગણેશિયા, અમિતભાઈ અગેચાણીયા, જગદીશભાઈ બાંભણિયા, તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ ગણેશિયા, દિલીપભાઈ અગેચાણીયા, યોગેશભાઈ અગેચાણીયા, ચતુરભાઈ પાટડીયા, ભાણજીભાઈ ડાભી, ધનજીભાઈ સંખેશરીયા, અશોકભાઈ વરાણીયા, મુકેશભાઈ દેગામા, અજયભાઈ વાઘાણી, દેવજીભાઈ વરાણીયા, નિલેશભાઈ દેગામા, પિયુષભાઈ ઝંઝવાડીયા, અવચર ભાઈ દેગામા, જેન્તીભાઈ ઘાટેલીયા, સર્વ આગેવાનોની હાજરીમાં સર્વોના મતે સંત શ્રી વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ પદે દિપકભાઈ સારલા ઉપપ્રમુખ પદે ગોપાલભાઈ સીતાપરા ની નિમણૂક કરવામાં આવી છે અને મોરબી જિલ્લામાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ તેમજ બહેનોને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button