‘જો પતિ મોદી-મોદીના નારા લગાવે, તો રાતનું ભોજન ના આપતા’, મહિલાઓને કેજરીવાલની સલાહ
મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપું છું. ભાજપે તમારા માટે શું કર્યું?: કેજરીવાલ

શનિવારે સીએમ કેજરીવાલે દિલ્હીમાં ‘મહિલા સન્માન સમારોહ’ નામના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, ‘ઘણાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામના નારા લગાવી રહ્યા છે, પરંતુ તેને સુધારવું પડશે. જો પતિ પીએમ મોદીના નારા લગાવે તો તેમને રાત્રનું ભોજન ના આપતા.’
દિલ્હી સરકારે તેના 2024-25ના બજેટમાં 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને 1,000 રૂપિયાની માસિક રકમ આપવાની યોજના જાહેર કર્યા પછી મહિલાઓ સાથે વાતચીત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સન્માન સમારોહમાં બીજેપીનું સમર્થન કરતી મહિલાઓને સીએમ કેજરીવાલે કહ્યું કે, ‘પરિવારના સભ્યોને સોગન લેવા કહે કે તેઓ તેમને અને AAPને સમર્થન આપશે. માત્ર તમારા ભાઈ કેજરીવાલ તમારી સાથે ઊભા રહેશે.’
મહિલાઓને સંબોધતા કેજરીવાલે કહ્યું કે. મેં વીજળી ફ્રી કરી છે, બસની ટિકિટ ફ્રી કરી છે અને હવે હું મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપું છું. ભાજપે તમારા માટે શું કર્યું? તો પછી ભાજપને વોટ શા માટે? આ વખતે કેજરીવાલને મત આપો. અત્યાર સુધી મહિલાઓના સશક્તિકરણના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી.પાર્ટીઓ કોઈ મહિલાને કોઈ પદ આપે છે અને કહે છે કે મહિલાઓ સશક્ત થઈ ગઈ છે. હું એમ નથી કહેતો કે મહિલાઓને હોદ્દા ન મળવા જોઈએ, તેમને મોટી પોસ્ટ અને ટિકિટ મળવી જોઈએ, તેમને બધું જ મળવું જોઈએ. પરંતુ આનો લાભ માત્ર બે-ચાર મહિલાઓને જ મળે છે. અન્ય મહિલાઓને શું મળે છે?’










