
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૪.૨૦૨૪
શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર માચી ખાતે રેવાપથ ના પ્રવેશ દ્વાર નજીક આવેલા પગથિયાઓ પર જોખમી રીતે પડેલ રેલિંગો નો કાટમાળ અનેક ઠેકાણે યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.યાત્રાધામ પાવાગઢ ખાતે વિકાસના કામોને લઈને પાવાગઢ ડુંગર પર માંચી ખાતે આવેલ કાચા પાકા દબાણો આજથી આઠ માસ અગાઉ તોડી પાડાવામાં આવ્યા હતા.જે તે સમયે આ દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન પગથિયાઓની વચ્ચે ની તેમજ સાઈડ પરની આવેલ લોખંડની રેલિંગો નીકળી ગઈ હતી.જે હજુ પણ ત્યારબાદ આસો નવરાત્રી તેમજ આવનારી ચૈત્રી નવરાત્રી આવી રહી છે.એટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ તે કાટમાળ પગથિયાના માર્ગ પર વચ્ચે જોખમી રીતે જોવા મળી રહ્યો છે.આવનારા દિવસોમાં ચૈત્રી નવરાત્રીમાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો આવશે ત્યારે પગથિયા થી પગપાળા જતા યાત્રાળુઓને નડતરરૂપ લોખંડની રેલીંગો ભારે જોખમી રૂપ બનશે. જેને લઈ તંત્ર દ્વારા આવનાર ચૈત્રી નવરાત્રી અગાઉ આ જોખમી લોખંડની રેલીંગો તાત્કાલિક ધોરણે દૂર કરી તે માર્ગ ખુલ્લો કરે તેવી માઈ ભક્તોમાં માંગ ઉઠવા પામી છે.એક તરફ તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે અથાગ પ્રયાસો કરવામાં આવે છે ત્યારે આવા નડતરરૂપ કામો પ્રાથમિકતા કેમ આપવામાં આવતી નથી તેમ પણ ચર્ચાઇ રહ્યું છે.










