VALSADVALSAD CITY / TALUKO
વલસાડમાં રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ઈવીએમ/વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયુ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૬ એપ્રિલ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત આજરોજ શનિવારે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, ઈવીએમ મેનેજમેન્ટના નોડલ અધિકારી -વ- નાયબ નિયામક હોર્ટિકલ્ચર એન.એન.પટેલ અને રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ઈવીએમ/વીવીપેટનું વલસાડ જિલ્લાના મતદાર વિભાગ પ્રમાણે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬૯૨ બેલેટ યુનિટ, ૧૬૯૨ કંટ્રોલ યુનિટ તથા ૧૮૨૯ વીવીપેટની જિલ્લાના તમામ મતદાર વિભાગ વાર પ્રમાણે ફાળવણી કરવામાં આવી હતી.
[wptube id="1252022"]